અનંતરાય રાવળ લિખિત પુસ્તક ‘ગિરનારના સિદ્ધ યોગીઓ’ ની સમીક્ષા

Girnar na siddha image
Buy Now

પુસ્તકના લેખક અનંતરાય રાવળ ગુજરાતી અધ્યાત્મ જગતમાં જાણીતું નામ છે, એમના ‘ગેબી ગિરનાર’ નામના પુસ્તકની સફળતા પછી તેમણે એની આગળની આવૃત્તિના ભાગ રૂપે આ પુસ્તક ‘ગિરનારના સિદ્ધ યોગિયો‘ લખીયું.

પુસ્તકમાં લેખકના સંસ્મરણો, જાત અનુભવો, ગિરનારને સંબધિત ગાથાઓ, કળાઓ ને લોકવાયકાઓ ખૂબ જ રસપ્રદ શૈલીમાં કંડારવામાં આવ્યા છે. પ્રારંભમાં વાચકોને લેખકના કેટલાક અંગત અને મુખ્ય સાહિત્યકારો ને મોટી હસ્તીઓના લખેલા લેખ નો ભેટો થાય છે જેમાંથી વાચકોને લેખક ને તેના પુસ્તકોનો પરિચય થાય છે પછી પ્રારંભ થાય છે લેખકના સંસ્મરણોનો – લેખકના ઘેરથી જ જ્યાં તેઓ ગિરનારના અઘોર પંથના સંતને મળે છે જ્યાંથી કથામાં લેખકને થયેલા કેટલાક અલૌકિક અનુભવોની વાત આવે છે
પુસ્તકમાં લેખક તેમને મળેલા સંતો, તેમણે વાંચેલા પુરાણ ને ગ્રંથોની ખૂબ જ રસપ્રદ વાતો કહે છે જેમનો સંબંધ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ગિરનાર જોડે છે પુસ્તકમાં જે અનુભવો, વાતો ને કથાઓ લેખકે આલેખી છે તેમાંથી કેટલીક ગુપ્ત વાતો આજ સુધી બહુ જ ઓછા લોકોને  ખબર છે,એક અગોચર વિશ્વની હયાતીનું વાચકોને લેખક દ્વારા અનુભવ કરાવવામાં આવે છે.

આટ આટલું ઓછું હોય તો  કેટલાક અધ્યાયોંમાં લેખક એક આત્મા અને શરીરના ભેદ સમજાવતી આધ્યાત્મિક વાતો, પુનર્જન્મની વ્યાખ્યાઓ ને ગિરનારની ને તેના કેટલાક સ્થાનોનું મહાત્મય ને તેમને લગતી કથાઓ ખૂબ જ સુંદર અને રસપ્રદ શૈલીમાં લખે છે.

ભક્તિભાવ વાળા, આધ્યાત્મિક અલૌકિકને રસપ્રદ કથામાં રસ ધરાવતા અને ધાર્મિક જગ્યા ખાસ કરીને ગિરનાર જેવી જગ્યા પર ફરવાના શોખીન વ્યક્તિઓ માટે આ પુસ્તક 'એકવાર અવશ્ય વાંચવા' જેવા પુસ્તકોની હરોળમાં આવે છે

K-SCORE:7


Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *